Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

MGVCL દ્વારા ‘લાઇનમેન દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી, મેડિકલ કેમ્પ યોજાયો

Madhya Gujarat Vij Company Limited (MGVCL) ના Nasvadi સબ-ડિવિઝન દ્વારા ‘લાઇનમેન દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે ચોમાસાના ભારે વરસાદમાં પણ જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે રાત-દિવસ જોયા વગર જોખમી કામગીરી કરતા લાઇનમેનોના સન્માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નસવાડી સ્થિત MGVCL કચેરી ખાતે વિશેષ મેડિકલ કેમ્પ યોજાયો હતો. લાઇનમેનોની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી આયોજિત આ કેમ્પમાં નસવાડી સબ-ડિવિઝનના અંદાજે ૨૯ જેટલા કર્મચારીઓએ આરોગ્ય તપાસ કરાવી હતી.

કાર્યક્રમ દરમિયાન Bodeli ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કર્મચારીઓને કામગીરી દરમિયાન સુરક્ષા અને સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું તેમજ લાઇનમેનોની મહેનત અને સમર્પણને બિરદાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નસવાડી સબ-ડિવિઝનનો સ્ટાફ તથા ટેકનિકલ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ‘લાઇનમેન દિવસ’ની ઉજવણીને સફળ બનાવી હતી.

Related posts

નસવાડીમાં ચોરીનો બેફામ આતંક : પોલીસ સ્ટેશનની બાજુમાંથી પણ બાઈક ઉઠાવી ગયા તસ્કરો

admin

જેતપુર પાવીમાં મોટા મંદિર વૈષ્ણવ હવેલીમાં પૂજ્ય વાઘેસ બાવાજી પધાર્યા…

admin

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરીયાનો મેળો ભરાયો

admin

Leave a Comment