31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

રાજકીય ક્ષેત્રે ગુરુ અને બ્રાહ્મણ એવા ધારાસભ્ય શૈલેષ મહેતા ના નગર તેમજ તાલુકાના યુવાનોએ આશીર્વાદ લીધા

ગુરુપૂર્ણિમા નિમિતે આજે ડભોઇ વિવિધ જગ્યા એ ગુરુપૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકીય ક્ષેત્રે ગુરુ અને બ્રાહ્મણ એવા ધારાસભ્ય શૈલેષ મહેતા ના નગર તેમજ તાલુકાના યુવાનોએ આશીર્વાદ લીધા હતા. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતિક છે. આ દિવસે, શિષ્યો તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન અને માર્ગદર્શન માટે તેમનો આદર કરે છે. ગુરુ પૂર્ણિમા એ ભારતમાં પોતાના આધ્યાત્મિક ગુરુ તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે. હિન્દુ ધર્મના આદિ ગુરુ ગણાતા ભગવાન વેદ વ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો. વેદ વ્યાસે મહાભારત, વેદ અને પુરાણ સહિત ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી. વધુમાં, ગુરુ પૂર્ણિમાને ભગવાન કૃષ્ણ દ્વારા તેમના ગુરુ ઋષિ શાંડિલ્યને જ્ઞાન આપવા માટે પસંદ કરવામાં આવી હતી. આ દિવસે ભગવાન બુદ્ધે પણ તેમના પ્રથમ પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો.ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા એ તમામ રાજકીય ક્ષેત્રમાં સંકળાયેલા તમામ શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા

Related posts

વડોદરામાં 538 કરોડના વિકાસ કાર્યોની ભેટ, ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન

admin

વડોદરાના ભીમનાથ મંદિર વિસ્તારમાં 6 મહિનાથી પાણીની સમસ્યા : નાગરિકોનો સૂત્રોચાર સાથે વિરોધ

admin

મૉ ભોમની રક્ષા કરતા દેશના જવાનો માટે ડભોઇ દશાલાડ સમાજ ટ્રસ્ટ‌ વડોદરા દ્વારા‌ રાખડીઓ મોકલી.

admin

Leave a Comment