Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાંસદ ખેલ કરાટે સ્પર્ધાનું સમા ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું

પુત્ર અને પિતાએ સાંસદ ખેલ સ્પર્ધામાં કરાટે ચેમ્પિયનશિપમાં મેડલ જીતી વડોદરાનું નામ રોશન કર્યું,

વડોદરા શહેરના સમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા નું આયોજન તારીખ 26, 27,28 ડિસેમ્બર 2024 ના રોજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે,ત્યારે શહેરના સાંસદમાં આવતા વડોદરા શહેર સહિત વડોદરા જિલ્લાના આશરે 1000 જેટલા કરાટેના ખેલાડીઓ ભાગ લીધો છે,

જેમાં અલગ અલગ વેટ કેટેગરી માં ખેલાડીઓએ સારો પરફોર્મ કરી સાંસદ ખેલ સ્પર્ધા ને સફળ બનાવ્યું હતું,

અબ્બાસ સૈયદ પાસે ટ્રેનિંગ લેતા એવા ઉવેઝ સૈયદે ગોલ્ડ મેડલ અને અબરાર સૈયદે બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યું હતું અને કોચ અબ્બાસ સૈયદ રોશન કર્યું હતું,

આ ખેલ સ્પર્ધાનું સંચાલન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મહેશ રાવલ, કાસીમ દાવ, વિકાસ સોઢી, ચંદ્રેશ સિંહ, જયેશ ધાબર,પ્રતીક સિંઘાનિયા, રીન્કુ સોઢી, રેખા દાવ, જહીર ખાન પઠાન અને અબ્બાસ સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું,

વધુમાં આપણા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ્ ના નિધન ને લઇ પાંચ મિનિટ નું મૌન પાડી તમામ ખેલાડીઓ,રેફ્રિ ઓ સાથે ઉપસ્થિત પેરેન્ટ્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,

સાથે સાથે આવતીકાલે યોજના વુમન કરાટે ના ખેલાડીઓની સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી છે, આવનાર દિવસોમાં તારીખ જાહેર થયા પછી આ ચેમ્પિયનશિપ ફરી શરૂ કરવામાં આવશે,

Related posts

વડોદરા શહેરના એમ.જી.રોડ ઉપર આવેલા ચકાભાઇ જ્વેલર્સમાંથી એક ગઠ્યો સોનાની વીંટી લઈને ફરાર

admin

વડોદરા પાલિકામાં બોગસ બર્થ સર્ટિફિકેટનો સિલસિલો હજી પણ યથાવત

admin

શાકભાજીના જથ્થાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બોડેલી પોલીસની મોટી કાર્યવાહી

admin

Leave a Comment