Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં મુક્તા A2 સિનેમાઝએ તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ઓપ્યુલન્સ લોન્ચ કર્યું

વડોદરામાં મુક્તા એ2 સિનેમાઝએ આજે તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કર્યો હતો.જે શહેરના સિનેપ્રેમીઓ માટે નવી ઊંચાઈનો ભવ્ય અને આરામદાયક અનુભવ લાવ્યું છે.ધ એમ્પરર મોલ ખાતે સ્થિત આ ચાર સ્ક્રીન મલ્ટીપ્લેક્સનું ઉદ્ઘાટન એક ભવ્ય સમારોહમાં થયું હતું.જેમાં મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ સિનેમામાં કુલ ૫૨૮ બેઠકો છે, જે સંપૂર્ણ રીતે લક્ઝરી બેઠકો વડે સજ્જ છે.જેમાં રિકલાઇનર્સ, લાઉન્જર્સ, કપલ બેડ્સ અને સોફ્ટ લેધર સોફા સામેલ છે.જે દર્શકોને અનન્ય આરામ આપે છે.દરેક સ્ક્રીનમાં વિશાળ પગદંડીઓ (લેગરૂમ), કપહોલ્ડર્સ અને પહોળા આર્મરેસ્ટ ધરાવતી આરામદાયક સીટિંગ છે.જે દરેક દર્શકના અનુભવને યાદગાર બનાવે છે.ટેકનોલોજીની દ્રષ્ટિએ આ મલ્ટીપ્લેક્સ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.અહીં 2K લેસર પ્રોજેક્શન, ડોલબી અવાજ, ઓલ-સિલ્વર સ્ક્રીન, અને ઇમર્સિવ 3D ટેકનોલોજી જે દરેક દૃશ્યને જીવંત બનાવે છે.આ અંગે વધુ માહિતી મુક્તા એ2 સિનેમાઝના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ પુરીએ આપી હતી.

Related posts

વડોદરા જિલ્લાના સાવલીમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ઠગ ત્રિપુટી ગેંગને સાવલી પોલીસે ઝડપી પાડી

admin

વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે કારોબારીની બેઠક મળી

admin

ડભોઈ માં મેડિકલ વેસ્ટનો આતંક: નર્મદા કેનાલ પાસે કચરાના ઢગલા, તંત્ર ઘોર નિદ્રામાં કે મિલીભગત

admin

Leave a Comment