વડોદરા શહેરના વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા સંવેદનશીલ વિસ્તારમાં દબાણ દૂર કરવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ આજે કાર્યવાહી માટે પહોંચી હતી.
વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વાડી સ્વામિનારાયણ મંદિર નજીક તેમજ ગેન્ડીકેટ મુખ્ય માર્ગ તરફના વિસ્તારોમાં થયેલા દબાણ અંગે સ્થાનિક કાઉન્સિલરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને રાખી મહાનગરપાલિકાની સભાન શાખાની ટીમ દબાણ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન ગેરકાયદેસર બનાવાયેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર મૂકાયેલો સામાન જપ્ત કરીને અંદાજે બે ટ્રક જેટલો સામગ્રી કબ્જામાં લેવામાં આવી હતી.
મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સરળ બનશે અને જાહેર માર્ગો ખુલ્લા રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

