Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પાલિકાના અધિકારીઓનું નિરીક્ષણ

ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. એક દિવસથી લઈને દસ દિવસ સુધીની ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેના અનુસંધાને વિસર્જન માટે શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.

આ સંદર્ભે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ પર પહોંચ્યા હતા અને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી.

પાલિકા તરફથી જણાવાયું છે કે, ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવશે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાંચ માતાજીના મંદિરે દર્શન કરી પાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ એસટી ડેપોમાં સ્વચ્છતા’ માત્ર કાગળ પર માઈક માં સાયરન વાગે છે પણ કચરા પેટીઓ ગાયબ

admin

ડભોઇના વસઇવાલા જીન અને ઇદગામાં ગટરનું ‘ગંદુ રાજ’ નગરપાલિકાના ઠાલા વચનોથી રહીશોમાં ઉગ્ર રોષ

admin

Leave a Comment