નર્મદા પોલીસ નો ઉમદાા હેતુ એ છે કે માર્ગ અકસ્માતમાં લાયસન્સ વગર અવસાન પામનાર ને કોઈ લાભ મળતા નથી જેથી તમામ લોકો લાયસન્સ ધારક બને તેવી ઈચ્છા છે
નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા ડેડીયાપાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાં વસતા નગરજનો જેમાં નર્મદા, તાપી, સુરત, અને ભરૂચ જીલ્લાના ગ્રામજનોને જણાવવાનુ કે, નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા હાલમાં ચાલી રહેલ “ટ્રાફિક માર્ગ સલામતી મહિના" અંતર્ગત વાહન ચલાવવાની કુશળતા ધરાવનારને ડ્રાઇવીંગ લાયસન્સ ઝડપથી મળી રહે તેવા હેતુથી RTOના અધિકારીઓ સાથે સંકલન કરી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ નિવાલ્દાના મેદાનમાં, તા.ડેડીયાપાડા, (મિશન ત્રણ રસ્તા) સ્થળે અનેતારીખ 14 ફેબ્રુઆરી 2024 સવારે 8 વાગ્યે પહોંચી આ સમયે નવું લાયસન્સ કઢાવવાના સેમીનારનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માંગતા ઉમેદવારોઓએ નીચે જણાવેલ સ્થળે ડોક્યુમેન્ટસ સાથે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી ઉમેદવારોને મોટી માત્રામાં સમયસર હાજર રહેવા આહવાન કરવામાં આવ્યુ છે.અને સાથે ઉમેદવારોએ સાથે લાવવાના ડોક્યુમેન્ટ્સ:
(૧) આધારકાર્ડ (અસલ)
(૨) પાસપોર્ટ સાઈઝનો ફોટો (નંગ-૧)
(૩) જન્મનુ પ્રમાણપત્ર (અસલ) અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર (અસલ) લાવવા જણાવ્યું છે
જેથી લાઇસન્સ ની પ્રોસેસ ઝડપી થઈ શકે આમ નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અને ડેડીયાપાડા પીઆઇ પ્રકાશ પંડ્યા દ્વારા સુંદર કામગીરી કરવામાં આવનાર છે જે તે આ વિસ્તારના લોકો લાયસન્સથી વંચિત ના રહે.
રિપોર્ટર :- સુનિલ વર્મા ડેડીયાપાડા

