વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા ભારતીય ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા જન્મજયંતી અંતર્ગત રાષ્ટ્રીય ઇજનેર દિવસ ઉજવણી કરવામાં આવેલ જેમાં વિસાવદર તાલુકાની વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ, નગર પંચાયત હાઈસ્કૂલ વિસાવદર , માંડાવડ પ્રાથમિક શાળા તેમજ મોટી પીંડાખાઈ પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં વાર્તાલાપ સંવાદ તેમજ નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ સ્પર્ધામાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરેલ તેમજ માંડાવડ પ્રાથમિક શાળા ના બાલવાટિકા, ધોરણ પહેલાં તેમજ બીજાના બાળકો ને બોલપેન આપી પુરસ્કૃત કરી લાયન વર્ષ ૨૦૨૫/૨૬ સ્લોગન ” નીડ બેઝ સર્વિસ પ્લસ ” ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ. રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

