36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આજરોજ જુદા જુદા પરીક્ષા સેન્ટરો પર નીટની પરીક્ષા લેવામાં આવી

મેડિકલ ક્ષેત્રે જવા માત્ર ધોરાણ 12 પાસ વિધાર્થીઓ માટે યોજાતી નિટની પરીક્ષા આજે દેશભરમાં યોજાઈ રહી છે. ત્યારે વડોદરા ખાતે વિવિધ સેન્ટર પર આજે લેખિત પરીક્ષા યોજાઈ. વડોદરા અને બહારગામથી આવતા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી..

એમબીબીએસના અભ્યાસ માટેના પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હેઠળ દેશભરમાં યોજાતી નિટની પરીક્ષા વડોદરામાં યોજાઈ હતી. 5 કોલેજ સહિત વિવિધ 17 શાળાઓમાં 6200થી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે. વડોદરામાં મોટાભાગની સરકારી કોલેજો અને શાળા ખાતે નીટની એક્ઝામ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર 300થી 500 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.વડોદરા શહેરમાંથી અંદાજે 7000 જેટલા પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપી ડોક્ટર બનવાના પ્રયાસ કરશે. પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ સરકારી કોલેજ અથવા ખાનગી કોલેજમા એમબીબીએસ નો અભ્યાસ કરી શકશે.

Related posts

ડભોઇના ભીમપુરા-કરનેટમાં ઓરસંગની છાતી ચીરી સફેદ રેતીનો કાળો કારોબાર

admin

ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ વડોદરામાં બન્યા સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર

admin

દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડીનો અકસ્માત: સ્થાનિકોએ દારૂની લૂંટ ચલાવી !

admin

Leave a Comment