Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલો નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપી ઝડપાયો

વારસીયા પોલીસે છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ રહેલા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી દીપક ગુલાબચંદ ચેલાણી (રહે, શારદા સોસા.આરટીઓ) તું 8-07-2024ના રોજ કોર્ટ દ્વારા સજાની અમલવારીનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીને સજા ભોગવવા તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો પણ આરોપી સજાથી બચવા ભાગી છુટ્યો હતો અને 1 વર્ષથી ફરાર હતો. દરમિયાન વારસીયા પોલીસ મથક પી આઈ એસ એમ વસવા ની બાતમી ના આધારે ચોખંડી હનુમાનજી મંદિર પાસેના પીપળ ના ઝાડ નીચે ઉભા રહેલા આરોપીને વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીને સૈન્ટ્રલ જેલમાં સજાની અમલવારી માટે મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

Related posts

બેન્કોક ખાતે કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વડોદરાના અંકિતા પરમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

શ્રીજી સોસાયટીના રહીશોએ કોર્પોરેટરને કહ્યું, સરવે નથી થયો અને સહાય પણ નથી મળી

admin

Leave a Comment