વડોદરા ભારતનું મહત્વપૂર્ણ કલચરલ સીટી સાથે સાંસ્કૃતિક નગરી : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદી તેમજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના વરદ્હસ્તે ટાટા-એરબસ C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન થયું. જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે, ફેક્ટરીનો શુભારંભ થયો છે. ભારત સ્પેન સબંધ મજબૂત થવા સાથે મેક ઈન ઇન્ડિયા મિશનને પણ સશક્ત કરશે. રતન ટાટા આજે આપણી વચ્ચે હોત તો તેમની અપાર ખુશી જોવા મળતી, પરંતુ આજે તેમની આત્મા પ્રશન્નતા અનુભવતી હશે. કોઈપણ પ્રોજેક્ટ વહેલીતકે પૂર્ણ થાય તેવા પ્રયાસો રહે છે. ભવિષ્યમાં આ વિમાનો અન્ય દેશોને એક્સપોર્ટ કરાશે. મારા સીએમના સમયગાળા દરમ્યાન ટ્રેનના કોચ નિર્માણ શરુ થતા આજે વિદેશોમાં તેનું એક્સપોર્ટ થઇ રહ્યું છે. ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુકો સિસ્ટમ નવી ઉંચાઈએ છે. 1 હજાર નવા ડિફેન્સ સ્ટાર્ટઅપ બન્યા છે. દુનિયાના 100 થી વધુ દેશોને ડિફેન્સ ઇકવીપમેન્ટ એક્સપોર્ટ થઇ રહ્યું છે. આ પ્રોજેક્ટથી ઘણો રોજગાર પણ ઉભો થશે. ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને તેમની ટીમને અભિનંદન આપું છું.

