એમ એસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટિમાં પ્રથમ વર્ષ માટે અભ્યાસ ચાલુ થઈ ગયેલ છે, BBA,BCA તથા BSC જેવા અન્ય કોર્સમાં વિદ્યાર્થીઓના અભ્યાસ શરૂ થવાને આજે 1 મહિના થઈ ગયું છે,પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ નથી કરવામાં આવ્યા,સાથે સાથે B.COM હોનર્સ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સબ્જેક્ટ સિલેક્શન ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે,ઘણા વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ ન થયા હોવાના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી જેથી વહેલી માં વહેલી તકે વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ કરવામાં આવે તેવી માંગ લઈ એમએસ યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવ્યું…

