37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણતંત્ર દિવસે માંખીજાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 300 શ્રમજીવીઓને ભોજન સેવા

ગણતંત્ર દિવસ નિમિત્તે માનવસેવાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વર્ષોથી સમાજના નબળા અને વંચિત વર્ગ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપતા જગદીશભાઈ માંખીજાણી દ્વારા સંચાલિત માંખીજાની ચેરીટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા 250 થી 300 જેટલા શ્રમજીવી ભાઈ-બહેનોને ગરમાગરમ ભોજન અને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો પર નૃત્ય-ગાન સાથે સૌએ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી ઉજવણીને યાદગાર બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે અનાજ કીટ, ચંપલ, સાડી તથા કપડાંનું વિતરણ સહિત અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે, જે સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે.

આ ભવ્ય કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ સાથે સાથે અનેક મહાનુભાવો તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ દેશભક્તિભાવ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

Related posts

વડોદરામાં ચૈત્રી નવરાત્રી અષ્ટમી નિમિત્તે 111 કુંવારિકાઓનું પૂજન કરી અનોખી ઉજવણી

admin

હાઈટેક તરકીબથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો : વડોદરા ગ્રામ્ય LCBએ બે ઇસમોને ઝડપી પાડ્યા

admin

ડભોઇમાં નવી બનેલી કુમારશાળા નં.01માં અભ્યાસ શરૂ થાય તે પહેલાં જ બિલ્ડિંગ જોખમી બન્યું

admin

Leave a Comment