35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇમાં નવી બનેલી કુમારશાળા નં.01માં અભ્યાસ શરૂ થાય તે પહેલાં જ બિલ્ડિંગ જોખમી બન્યું

ડભોઇમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલ કુમારશાળા નંબર ૦૧ જોખમી શાળા બિલ્ડિંગ અભ્યાસ માટે પ્રવેશ પહેલા જ ભૂલકાઓ માટે જોખમી બની જવા પામી છે

ડભોઈ ના મોતીબાગ પાસે આવેલકુમારશાળા નંબર 01 નુંજૂનું બિલ્ડિંગ તોડી સમગ્ર શિક્ષા યોજના હેઠળ રૂપિયા 1.20 કરોડના અધધ ખર્ચેબાલાજીઈન્ફ્રાસ્ટ્રકચર ના કોન્ટ્રાકટ હેઠળ બે વર્ષ ની જવાબદારી ના કરાર સાથે બનાવવામાં આવ્યું છે.14 જાન્યુઆરી 2026 મકરસંક્રાંતિ બાદ શુભમુહૂત માં શ્રીફળ વધેરી,હારતોળા કરી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે શાળાના નવીન બિલ્ડિંગ ની પશ્ચિમ દિશા નો ભાગ બે ઇંચ જેટલો બેસી જઈ આખી બિલ્ડિંગ માં તળીયા થી નળિયા સુધી ની મોટી તિરાડ દેખાવા પામી છે.ત્યારે શાળા બિલ્ડિંગ અભ્યાસ માટે પ્રવેશ પહેલા જ ભૂલકાઓ માટે જોખમી બની જવા પામી

રાજ્ય સરકાર ધ્વારા ડભોઇ નગર માં જુદાજુદા વિકાસ ના કામો અર્થે કરોડો
રૂપિયા ની ગ્રાન્ટ ની ફાળવણી કરાઈ રહી છે. પરંતુ વિકાસ ના નિર્માણ કામો માંથતી ગોબાચારી નું નિરીક્ષણ કરવામાં મલાઈ ખાતા જવાબદાર અધિકારીઓનિષ્ફળ રહે છે. પરિણામે સરકાર નો હેતુ સિધ્ધ થતો નથી.અને શાળા ના લોકાર્પણ ના પંદર જ દિવસ માં ભ્રષ્ટાચાર ની ભોરિંગો ગાજી ઉઠી છે. ત્યારે ડભોઈ ના મોતીબાગ પાસે આવેલ કુમારશાળા નંબર 01 નુંબિલ્ડિંગ આધુનિક ડિઝાઈન સાથે સમગ્ર શિક્ષા યોજના હેઠળ રૂપિયા 1.20 કરોડ ના ખર્ચે બાલાજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ કંપની ધ્વારા બનાવવામાં આવ્યું છે. બિલ્ડિંગ બન્યા બાદ તેને રંગરોગાન સાથે જ કોન્ટ્રાકટ કંપની ને અડધાથી વધુ રકમ ના બિલની ચૂકવણી પણ કરી દેવાય હોવાનું જાણવા મળેલ છે. અને મકરસંક્રાંતિ બાદ ના શુભમુહૂર્ત માં તેનું લોકાર્પણ પણ કરી દેવાયું છે.પરંતુ શાળા ના બાળકો હાલ કન્યાશાળા (૧)સવા કરોડ ના ખર્ચે બનેલ શાળા ના બિલ્ડિંગ માં મોટી તિરાડ
ડભોઈ ના મોતીબાગ પાસે આવેલ કુમાર શાળા નંબર 01 ના નવીન બનેલ બિલ્ડિંગ ના રંગ રોગાન અનેલોકાર્પણ બાદ વિધાર્થીઓશાળા માં પ્રવેશ લે તે પહેલાં જ બિલ્ડિંગ માં મોટી તિરાડ દેખા દેતા બિલ્ડિંગ ના ભ્રષ્ટ અને નમૂનેદાર બાંધકામ ની ભૂરગો ગાજી ઉઠી છે.ત્યારે રાજ્ય સરકાર ની સમગ્રશિક્ષા યોજના હેઠળ ના શાળા નાક્ષતિ ગ્રસ્તબાંધકામ થી વાલીઓ માં ચિંતા,બાળકોના જીવ નું જોખમ ઉભું થવા સાથે ચિંતા વ્યાપી જવા પામી છે.(૨)ડભોઈ માં વિકાસ ના ભ્રષ્ટકામો થી વિવાદ ઉભો થવા પામતા આશ્ચર્ય ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાના અભયવચન સાથે ભાજપ સત્તા માં આવ્યું હતું.ત્યારે ગ્રામ્ય સ્તરે થી સંસદ સુધી હાલ ભાજપ જ બહુમતી સાથે સત્તા માં છે.ત્યારે ડભોઇ માં રંગઉપવન બગીચા નું રૂપિયા 2.34 કરોડ ના ખર્ચે નવીનીકરણ બાદ તકલાદી સાધનો તૂટી ગયા અને પ્રદેશ કોંગ્રેસે ભ્રષ્ટાચાર ના આક્ષેપ કર્યો.ચીફ ઓફિસર ની બદલી બાદ પણ છૂટા ના કરાયા.મોતીબાગ પાસેઅમૃત 02 યોજના હેઠળ રૂપિયા 1.10 કરોડ ના ખર્ચે બનેલ પાણી ની ટાંકી મૃતપ્રાયબની તો હવે કુમારશાળા નંબર 01ની બનેલ નવીન બિલ્ડિંગ માં મોટી તિરાડ દેખાતા જોખમી થઈ આમ વિકાસ ના કામો ભ્રષ્ટાચાર ના વિવાદ બનવા પામ્યા છે.(3)અમદાવાદ ની જેમ શાળા નો ભાગ તૂટી પડવાની દહેશત
ગત વર્ષે અમદાવાદ ની એક શાળા ની ચાલુ વર્ગે જદીવાલ તૂટી પડી હતી.જેમાં 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયાહતા.અને રાજ્યભર માં હાહાકાર મચીજવા પામ્યો હતો. જે ઘટના વર્તમાન પત્રો, ફેસબુક,વોટ્સએપ અને સોશ્યલ મીડિયા અને ટી.વી.ન્યૂઝના માધ્યમો થી ડભોઈ ના લોકો એ પણ જોઈ હતી.ત્યારે કુમારશાળા ની બિલ્ડિંગ માં પડેલ તિરાડ થીવાલીઓ ભયભીત થવા પામ્યાછે.બિલ્ડિંગ માં જ અભ્યાસ કરતા હોય નવા બનેલ કુમાર શાળા નંબર 01 માં હજુ સુધી પ્રવેશ અપાયો નથી. ત્યાંતો બિલ્ડિંગ ની પશ્ચિમ દિશા નો એક આખો ભાગ બે ઇંચ જેટલો બેસી જવા પામ્યો છે.અને તળીયા થી નળિયા સુધી ની એક ઇંચ જેટલી મોટીતિરાડ જોવા મળી રહી છે.જેથી ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ના વ્હાલસોયા દિકરા -દીકરીઓ શાળા ના નવીન બિલ્ડિંગ માં અભ્યાસ માટે પ્રવેશ લે તેપહેલાંજ બિલ્ડિંગ જોખમી બની જાય ચિંતા સાથે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.

Related posts

વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે વિવિધ પ્રકારના ફ્લેગ નું વેચાણ જોવા મળ્યું

admin

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી : ગુજસીટોકનો વોન્ટેડ અલ્પુ સિંધી હરિયાણાથી ઝડપાયો

admin

વડસરમાંથી વધુ 16 લોકોનું સલામત રેસ્ક્યુ

admin

Leave a Comment