વડોદરામાં આજે ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં પાણી હજુ ઓસર્યા નથી ત્યારે આ સ્થિતિમાં ખડેપગ એનડીઆરએફની ટુકડી દ્વારા વડસરમાંથી 16 વ્યક્તિઓને સહી સલામત બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં પાંચ પુરુષ, છ મહિલા, ચાર બાળકો અને એક નવજાત બાળકોનો સમાવેશ થાય છે.એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ ૧૦૨ વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી.

