વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ની ઉજવણી ખૂબ જ ધૂમધામથી થઈ રહી છે ત્યારે ગણેશ સ્થાપનાના દસમાને ઉસે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું
ગણેશોત્સવના 10 મા દિવસે નવલખી, સમા, ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘરે-ઘરે થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. શહેરમાં ગોરવા સહિતના વિસ્તારોમાં 10 માં દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નિકળતી હોય છે. શ્રીજીની પણ વિસર્જન યાત્રા ગોરવા દશામાં કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરાઈ હતી.

