ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડને વટાવીને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 2024-25 માટે તેમનું સાતમું સતત બજેટ રજૂ કર્યું ત્યારે ઇતિહાસ રચવામાં આવ્યો છે.
વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યો છે નાણામંત્રીએ MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. PSU અને બેંકોને આંતરિક આકારણી બાદ MSMEને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયાથી વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. MSMEને મદદ કરવા SIDBI શાખાઓ વધારશે.
સામાન્ય માણસ માટે આ બજેટ નો કોઈ વિશેષ લાભ નથી કોર્પોરેટ સેક્ટરને આનો લાભ વધુ છે એમ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ દ્વારા જણાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન એ બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કેસરકારનું ધ્યાન ‘ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે એમ કહેતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો.

