29.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 25, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરાના સાવલીમાં નવમી કાવડયાત્રાનું આયોજન કરાયું

સાવલીમાં નવમી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું કનોડા,પોઇચા. થી ડીજે ના તાલે નીકળેલી કાવળયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડ યાત્રીઓ જોડાયા હતા અને સાવલી ના ભીમનાથ મહાદેવ મંદિર જળાભિષેક કરી નગર ના રાજમાર્ગો પર ફરી અન્ય શિવાલયો મંદિરો પર બમ બમ ભોલે ના ગગન ભેદી નારા ગુંજી ઊઠ્યા હતા અને જળાભિષેક કરાયો હતો

કાવડયાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલ કનોડા,પોઇચા ગામ પાસે થી પસાર થતી મહીસાગર નદી ના પવિત્ર જલ સાથે પોઇચા ના નવદુર્ગા માતા મંદિર થી આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડીજે ના તાલે હરહર મહાદેવ બમબમ ભોલે ના નાદ સાથે નીકળેલી પગપાળા કાવડયાત્રા માં મહિલાઓ સહિત અસંખ્ય શ્રધ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલી ના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પોહચી જળાભિષેક કરાયો હતો સાવલીના સાતમહાદેવ મંદિરે આ કાવડ યાત્રા ફેરવવામાં આવી હતી ભીમનાથ મહાદેવ મંદિરે થી દુધેશ્વર મહાદેવ મંદિર થી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી કેદારેશ્વર નાથ મહાદેવ મંદિર ગોકુલેશ્વર, રાધેશ્વર પાતાલેશ્વરમહાદેવ થી નીલકંઠ મહાદેવ મંદિર કાવડ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાવડયાત્રા દર વર્ષની જેમ આ કાવડ યોજાઈ રહી છે ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા અંત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના કલ્યાણ હેતુ કાવડ યાત્રાનો આયોજન કરવામાં આવે છે શિવ નગરી સાવલીમાં આજે બુધવારના દિવસે કાવડ યાત્રા નીકળતા સાવલી ગામ શિવમય બનવા પામ્યો હતો, આ કાવડયાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળ પણ જોડાયા હતા, મહાદેવ અને સ્વામીજીની પ્રતિમા સાથે નીકળેલી કાવડ યાત્રા આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું

Related posts

વડોદરામાં ચકલી સંરક્ષણ માટે અનોખી પહેલ, નિશુલ્ક માળા અને પાણીના કુંડાનું વિતરણ

admin

વડોદરાના પ્રખ્યાત શ્રી સયાજી બાગમાં 147મા સ્થાપના દિવસની ઉજવણી બાગ અને ઝૂમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી

admin

વડોદરા RTO કચેરી ખાતે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ

admin

Leave a Comment