વડોદરાના પ્રખ્યાત શ્રી સયાજી બાગમાં 147મા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. આ અવસર પર બાગ અને ઝૂમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેનાથી સહેલાણીઓને નવા અને આકર્ષક અનુભવ મળશે.
સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ઝૂમાં લાવવામાં આવેલ સફેદ વાઘને હવે સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સફેદ વાઘ સયાજી બાગ ઝૂનું નવું અને અનોખું આકર્ષણ બનશે.
ઉપરાંત, બાગ વિસ્તારમાં નીચેની નવી સુવિધાઓનો પણ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો:
ઔષધીવન – ઔષધીય છોડ અને વૃક્ષોના અભ્યાસ માટેનું વિશેષ ગાર્ડન
LED ઇલ્યુમિનેશન – બાગને રાત્રે ઝગમગતો કરતી આધુનિક લાઇટિંગ વ્યવસ્થા
રિવર વ્યૂ વોક-વે – નદીકાંઠે બનેલો સુંદર ફરવાનો માર્ગ
મીની લાઇબ્રેરી – બાળકો અને વાંચનપ્રેમીઓ માટેનું નવીન આકર્ષણ
સ્પોટ ફ્લાવર શો – વિવિધ રંગબેરંગી ફૂલોના વિશેષ પ્રદર્શન
સ્પેરો કન્ઝર્વેશન નેસ્ટ – ચકલી સંરક્ષણને પ્રોત્સાહન આપતું પ્રોજેક્ટ
આ નવી સુવિધાઓના શુભારંભથી સયાજી બાગનો સૌંદર્ય અને આકર્ષણ વધુ વધી ગયું છે. બાગ અને ઝૂ સંચાલકોના જણાવ્યા પ્રમાણે સહેલાણીઓને વધુ સારો અનુભવ મળે તે માટે આગામી સમયમાં પણ નવી યોજનાઓ અમલમાં આવશે.

