35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજકોટ- કોઇન્સુર એકસ. ટેનમાં થયેલ મો.ફોન ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે વડોદરા, યુનિટ સુરત(જી.આર.પી.).

ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, પરિક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ. રા. અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી, સરોજકુમારી સાહેબ ૫.રે.વડોદરા નાઓ દ્વારા અત્રેના યુનિટના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ હતી.

જે અનુસંધાને પો.ઇન્સ.શ્રી ટી.વી.પટેલ એલ.સી.બી.૫.રે. વડોદરા નાઓની સીધી સુચના અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી, એમ.બી.વાઘ એલ.સી.બી.૫.રે.સુરત નાઓના માર્ગદર્શન મુજબ તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ એલ.સી.બી.૫.રે.સુરતના આસી. સબ ઇન્સ્પેકટર લાલાભાઇ કોયાભાઇ નાઓની સાથે એ.એસ.આઇ. શરદકુમાર કાલીદાસ, પો.હેડ.કોન્સ. જેતાભાઇ દલાભાઇ, પો.કોન્સ. વિજયભાઇ વાડિયાભાઇ, મેહુલભાઇ વશરામભાઇ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ તેજાભાઇ તથા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એલ.આર. અરશીભાઇ દુધાભાઇ નાઓ સાથે સુરત રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં. ૧૧૨૧૨૦૫૧૨૨૧૧૭૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનામાં ચોરી થયેલ મો.ફોનની ટેકનીકલ એનાલીસીસ કરનાર પો.હેડ.કોન્સ.શૈલેષભાઇ વીરાભાઇ નાઓના સંપર્કમાં રહી ઝીણવટ ભરી રીતે તપાસ કરતા એક ઇસમ નામે અભિનાશકુમાર S/O ગંગારામ જાતે- નિશાદ ઉ.વ.૨૬ ધંધો- કરીયાણાની દુકાન રહે હાલ, રાધેશ્યામનગર, મ.નં.૧૬, પોલીસકોલોની પાસે પાંડેસરા સુરત. મુળ ગામ- ભગલાપુર, પોસ્ટ- મકરન્દપુર, થાના- ચાંદપુર તા.બન્દકી જી.ફતેપુર ઉત્તરપ્રદેશવાળા મળી આવતા જેની પાસેથી આ ગુનાનો એક કાળા કલરનો POCO કંપનીનો મો.ફોન કિંમત રૂ.૧૪,૯૯૯/- ની મત્તાનો મો.ફોન તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને ઉપરોક્ત ગુનાના કામે BNSS કલમ- ૩૫(૧)જે મુજબ કલાક:૧૫/૨૫ વાગે અટક કરી આગળની કાર્યવાહી માટે સુરત રે.પો.સ્ટેશનમાં સુપ્રત કરી સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

Related posts

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે RTO દ્વારા મોટી કાર્યવાહી

admin

જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયા દ્વારા વડોદરામાં વધુ એક અત્યાધુનિક શોરૂમ અને વર્કશોપનો પ્રારંભ

admin

પોલીસ અને વકીલ વચ્ચેના લાફા પ્રકરણનો વિવાદ વધુને વધુ વકરતા વકીલોએ પોલીસ કમિશનરને આવેદન આપ્યું

admin

Leave a Comment