Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શાંતિ જુનિયર સ્કૂલ અને ઇન્દુ બ્લડ બેન્ક વડોદરાના સયુંકત ઉપક્રમે ક્તદાન શિબિરનું આયોજન

શાંતિ જુનિયર સ્કૂલ અને ઇન્દુ બ્લડ બેન્ક,વડોદરાના સયુંકત ઉપક્રમે વાઘોડિયા રોડ ખાતે સ્કૂલના પરીશરમાં અમૂલ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રક્તદાન શિબિરનું ભગીરથ કાર્ય છેલ્લા 15 વર્ષથી શાળાના સંચાલકો દ્વારા યોજવામાં આવે છે. જેમાં સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ તથા સગા સંબંધી અને મિત્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. રક્તદાન કરી કોઈક જરૂરીયાતમંદની જીંદગી બચાવી શકાય છે આ મહાદાન થકી આ સુંદર ભગીરથ કાર્યના પ્રેરણાસ્ત્રોત બની મદદરૂપ થઈ શકાય છે. રક્ત એ માનવ માટે ઘણી જ મહામૂલી વસ્તુ છે અને તે બજારમાં વેચાતી લઈ શકાતી નથી તેને સેવાભાવી લોકો દ્વારા રક્તદાન કરીને મેળવી શકાય છે
આ શિબિરમાં કુલ 50 યુનિટ જેટલું લોહી એકત્ર કરવામાં આવ્યું હતુ. જે માટે ડાયરેક્ટરોએ સૌનો આભાર માન્યો હતો.

Related posts

રણછોડ રાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો

admin

જશને આઝાદી અંતર્ગત અમમ ફાઉન્ડેશન દ્રારા બિગ દસ્ટબીન મેકીંગ સ્પર્ધા નું આયોજન

admin

ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અતિ મહત્ત્વના ડભોઇ-શિનોર ચોકડી માર્ગ પર રસ્તાના કામનાં મશીનોથી ટ્રાફિક જામ

admin

Leave a Comment