33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અગોરા મોલના તોડી પાડેલ દબાણ મુદ્દે વિપક્ષ નેતાનું મંતવ્ય

વડોદરા શહેરમાં આવેલ ભયાવહ પુર બાદ દબાણો મુદ્દે લોકોના આક્રોશ બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ ઉપર કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આજરોજ સમા રોડ સ્થિત અગોરા મોલના ક્લબ હાઉસને તોડવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ આ કાર્યવાહીને જનતાની જીત ગણાવી જે પણ ગેરકાયદેસર દબાણો હોય તેના પર કાર્યવાહી થવી જોઈએ તેઓ મત વ્યક્ત કર્યો હતો.

તેઓ જણાવ્યું હતું કે વર્ષોથી અમારા દ્વારા આ દબાણ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે અમારું કામ તંત્રને કોઈ કામ બરાબર ન થતું હોય તો તે બાબતે નિર્દેશ કરવાનો છે પરંતુ સત્તા પર બેસેલ સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી અને જ્યારે લોકોનો આક્રોશ સામે આવ્યો અને સત્તાધારી પક્ષના નેતાઓને પ્રજા તરફથી જાકારો મળવા લાગ્યો ત્યારે ઉપરથી આદેશ આવ્યો અને આ પ્રકારની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડી પાડવા જોઈએ તેવું અમારું સ્પષ્ટ માનવું છે.

Related posts

વડોદરા શહેરમાં વારસિયા વિસ્તારમાં આવેલ ઇન્દ્રલોક ટાઉનશિપ 2 માં કાંસ પર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો

admin

યુથ કોંગ્રેસના દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મુકીને અનોખી રીતે વિરોધ

admin

વિદ્યાર્થીઓને પડતી વિવિધ હાલાકી પ્રશ્ન વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પોલીટેકનિક ખાતે વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment