વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આરસીસી રોડ બનાવવાના કામમાં મર્યાદા વધારી 8 કરોડના કામને 13 કરોડની વધારાની નાણાકીય મર્યાદા કરવા અને નવીન વેનેજ નલિકા નાખવાના કામમાં પણ પાંચ કરોડ ની નાણાકીય મર્યાદાની સામે વધુ રૂપિયા પાંચ કરોડની મર્યાદા વધારવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવ્યું છે તેનો અમલ ના કરવા પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મ્યુનિસિપલ કમિશનરને નિર્દેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.
તેઓએ પત્રમાં જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને જે રીતે ટેન્ડરોને મંજૂર કરવામાં આવે છે અને જે રીતે નાણાકીય મર્યાદા અને સમય મર્યાદા વધારી આપવામાં આવે છે તે પરથી સ્પષ્ટ દેખાય છે કે વડોદરા મહાનગરપાલિકાની કોઈપણ કાયદો લાગુ પડતો નથી રાજકીય પ્રેશરમાં આવીને આવા કામો ને મંજૂરી આપવામાં આવે છે. આરસીસી રોડના આઠ કરોડના મૂળ કામની સામે ટુકડે ટુકડે થઈ 13 કરોડ નાણાકીય મર્યાદા વધારવામાં આવી અને હવે 21 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં એક વર્ષ માટે નવીન ટ્રેને જ નલિકા નાખવા માટે પાંચ કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા સામે બીજા પાંચ કરોડ ની નાણાકીય મર્યાદા વધારી આપવામાં આવી છે. જેથી મુખ્યમંત્રીને પત્ર લખી ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ફરીથી ટેન્ડર કરાવવામાં આવે અને આ માટે જરૂરી નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવે.

