છોટાઉદેપુર જીલ્લાના બ્રિજો પર થી ભારદારી વાહનોની અવર જવર બંધ કરવામાં આવતા એસટી બસ પણ અટવાઈ છે. બોડેલી થી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો અને બસ બંધ થતાં મુસાફરો હવે અટવાઈ રહ્યા છે. બોડેલી થી તેજગઢથી છોટાઉદેપુર તરફ જતા માર્ગ પણ રાત્રિ દરમિયાન બસો બંધ થતાં મોરબી ,અમદાવાદ અને વડોદરાથી છોટાઉદેપુર જતા મુસાફરીને બોડેલી ખાતે ઉતારી દેવાયા હતા. રાત્રિ દરમિયાન બોડેલી ખાતેના એસ.ટી.ડેપોમાં કલાકો સુધી મુસાફરો બેસી રહ્યા હતા. કેટલાક લોકોએ ખાનગી વાહનોનો સહારો લીધો હતો. અમદાવાદ, વડોદરા તરફથી છોટાઉદેપુર જતા મુસાફરોએ છોટાઉદેપુરની ટિકિટ લીધી હતી. મુસાફરોને ટિકિટ ના પૈસા પણ પરત ના આપતા લોકોએ આક્ષેપો કર્યા હતા.
મહિલાઓની કફોડી હાલત બની હતી.

