Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મુદ્દે નાગરિકોમાં ગભરાટ – વડોદરામાં લાંબી કતારો

સવારે 8 વાગ્યાથી 500થી વધુ લોકો લાઈનમાં, ગરમીમાં મહિલા બેભાન થઈ

વડોદરા શહેરમાં ઘરગથ્થુ ગેસ સિલિન્ડર મળશે કે નહીં તે મુદ્દે નાગરિકોમાં ભારે દૂવિધા અને ચિંતા જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે નાગરિકો લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે આશરે 8 વાગ્યાથી જ 500થી વધુ લોકો ગેસ સિલિન્ડર મેળવવા માટે કતારોમાં ઊભા રહ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે લોકો વહેલી સવારથી જ પોતાની વારી માટે રાહ જોતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે એક મહિલા અચાનક બેભાન થઈ જમીન પર પડી જતા ઘટના સ્થળે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક લાઈનમાં ઊભેલા અન્ય લોકોએ મહિલાને પાણી છાંટી અને મદદ કરી તેને ફરી ભાનમાં લાવવામાં આવી હતી.

નાગરિકોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા ગેસ સિલિન્ડર માટે નોંધણી કરાવ્યા બાદ પણ સમયસર ગેસ બોટલ મળી રહી નથી. જેના કારણે લોકોને પોતાનો નોકરી-ધંધો છોડીને ગેસ એજન્સીઓ પાસે લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે.

કેટલાક સ્થળોએ લાંબી લાઈનોને કારણે નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાઓ થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે કેટલાક નાગરિકોમાં મધ્યપૂર્વમાં ચાલી રહેલા Israel–Hamas War ના કારણે ગેસ પુરવઠા પર અસર થશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જો કે તંત્ર તરફથી હજુ સુધી સત્તાવાર રીતે ગેસની અછત અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નાગરિકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર દ્વારા વહેલી તકે પરિસ્થિતિ સ્પષ્ટ કરી ગેસ પુરવઠો નિયમિત કરવામાં આવશે.

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમીટ વિઝા તથા ટૂરીઝમ વિઝા, સ્ટુડન્ડ વિઝા વિગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમીનારનું આયોજન

admin

ડભોઇ તંત્રની ઘોર બેદરકારી કેનાલમાં ગાબડું પડતા 2000 એકરનો પાક જોખમમાં

admin

ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ની ઇન્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપ્યું

admin

Leave a Comment