Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દુકાન માંથી સ્ટીલના રોલની ચોરી કરનાર ત્રણ ઇસમોને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા

દુકાન માંથી સ્ટીલના રોલની ચોરી કરનાર ત્રણ ઇસમોને પાણીગેટ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે.જ્યારે ચોરીના મુદ્દામાલ સાથે ચોરી કરવા માટે વાપરેલો ટેમ્પો પણ પોલીસે કબ્જે લીધો છે.

પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા જલારામ સ્ટીલ કોર્પોરેશનમાં ગત 1 ઓક્ટોબર થી 2 ઓક્ટોબરના રાત્રીના સમયે કમ્પાઉન્ડ માંથી સ્ટીલ પ્લેટના રોલ ચોરી થયા હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ હતી. જે ઘટનામાં પોલીસે CCTV અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી.આ તપાસમાં GJ34 W 1972 નંબરના ટેમ્પામાં આવીને ત્રણ ઈસમો માંથી એક ઈસમ કમ્પાઉન્ડ કૂદીને અંદરથી 17 જેટલા સ્ટીલ રોલને બહાર લઈ જઈને ટેમ્પામાં ભરીને લઈ જતો નજરે પડ્યો હતો.તે આધારે પોલીસે અજય ભગીરથ વણઝારા, મહેશ બચુભાઇ બારીયા અને અનિલ મંગુભાઇ રાઠવાની ધરપકડ કરીને તેઓ પાસેથી ચોરી થયેલો લોખંડનો જથ્થો કબ્જે લીધો હતો. આરોપી મહેશ બચુભાઇ બારીયા વિરુદ્ધ ભૂતકાળમાં વાડી અને પાણીગેટ પોલીસ મથકમાં 8 જેટલા પ્રોહીબિશનના ગુન્હા નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Related posts

ડભોઈ શહેરમાં હઝરત અલી(ર.અ.)ના વિલાદત પ્રસંગે ‘શાને હુસૈની કાદરી કમિટી’ દ્વારા ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું

admin

પતંગની દોરી માંજવા ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર પોલીસે કબજે કર્યો

admin

જીસકી લાઠી ઉસકી ભેંસ ! જોવો કિસ્સો વડોદરા નજીકના નંદેસરી ખાતે પ્રકાશમાં આવ્યો

admin

Leave a Comment