Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નારાયણ વિદ્યાલય મૂળ જગ્યા પર પુન: શરૂ કરવા આવે એવી માંગણી સાથે વાલીઓનું આવેદનપત્ર

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય ની શાળા સદર શાળા મૂળ જગ્યા પર પુન: શરૂ કરવા આવે એવી માંગણી સાથે નારાયણ વિદ્યાલયના વાલીઓ આવેદનપત્ર આપી રજૂઆત કરી.

વડોદરા શહેરની વાઘોડિયા રોડ ઉપર આવેલી નારાયણ વિદ્યાલય તારીખ 19-07-24 ના રોજ દિવાલ પડવાની આકસ્મિક ઘટના બની જેના બીજા જ દિવસે બાળકોની સુરક્ષા ને ધ્યાનમાં લઈને શાળા શીલ કરવામાં આવી. સદર શાળા ની સ્થળ ફેરબદલી શ્રી નારાયણા ઈન્ટરનેશનલ શાળામાં કરેલ છે. બાળકોની સુરક્ષા નો હેતુ પૂરો થયો છે. છતાં શાળાનું શીલ કેમ ખોલાતું નથો ? કોના દબાણથી શાળાનું શીલ ખુલતુ નથી ? આ શીલ ખોલશે કે નાવુ ? આ બધાજ પ્રશ્નો અમારા મનમાં પ્રશ્ન બનીને વાલીગણને સતત સતાવી રણયાં છે. શીલ ખોલવા માટે વારંવાર મ્યુનિસિપલ કમિશનરને વારંવાર અરજીઓ આપવામાં આવી છે. છતાં તેઓએ કેમ કોઈ પગલા લીધા નથી?
જેથી આજરોજ વાલીઓ એકત્રિત થઈ વડોદરા ની નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલ શાળાની સીલ ખોલવામાં આવે. તેવી માંગ કરી હતી.શાળાનો રિપોર્ટ કેમ આવ્યો નથી ? આટલી ગંભીર બાબતની કેમ કોઈ અધિકારી કે પદાધિકારીએ ગંભીરતા લીધી નથી.

Related posts

રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર અભદ્ર ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન…

admin

ફતેગંજ વિસ્તારમાં વિધર્મીઓને લઈ યુવાનોનું આવેદનપત્ર…

admin

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા રજૂઆત

admin

Leave a Comment