ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ બે રોકટોક બુટલેગરો દારૂનો વેપલો કરે છે અને દારૂનું વેચાણ કરે છે.જોકે વડોદરામાં ગેરકાયદે ચાલતા વિદેશી દારૂના ધંધાના કારણે અકસ્માતોની અંગેની નોંધ રાજ્ય સરકારે લેતા બુટલેગરોને નેટવર્કને તોડી પાડવા આદેશ આપ્યા હતા, તેવામાં રવિવારનો દિવસ પીસીબી નો રહ્યો અને વડોદરામાંથી દારૂના નામચીન બુટલેગરોનો દારૂ એક પછી એક ઝડપી પાડતા અન્ય બુટલેગરો ફફડી ઉઠ્યા છે.પીસીબીની ટીમે ખોડિયારનગર સ્થિત ગોડાઉન પર દરોડો પાડયા બાદ ઇમ્પોર્ટેડ દારુ ભરેલી કાર પણ ઝડપી પાડી હતી. અમદાવાદ પાર્સિંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલાજ પોલીસે પકડી પાડ્યો હતો. પીસીબીના સપાટા સાથે જ વડોદરાની સ્થાનિક પોલીસની સક્રિયતા સામે પણ સવાલો ઊભા થયા છે.

