વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં PCB પોલીસે રેડ કરી હતી. પોલીસે મકાન અને કારમાં સંતાડી રાખેલો રૂપિયા 2.36 લાખનો વિદેશી દારૂ સાથે ભાવિન દિલીપ રાવ જાદવ અને દેવ ઉર્ફે પ્રિન્સ વિપુલ ચૌધરીની ધરપક્ડ કરી છે. પોલીસે વિદેશી દારૂ, બે કાર અને મોબાઈલ મળી રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરી કારેલીબાગ પોલીસ ને સુપરત કરાયો છે. જ્યારે પિનેશ રાણા નામના શખ્સ ને વોંટેડ જાહેર કરી કારેલીબાગ પોલીસ સ્ટેશને પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

