વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૃજન સંગઠન અભિયાન અંતર્ગત એઆઈસીસી મહામંત્રી અને વડોદરા શહેર સંગઠનના પ્રભારીએ સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કાશ્મીરમાં થયેલા હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનોએ આ સમય ચર્ચા કરવાનો નહીં પરંતુ સમગ્ર દેશે એક થઈ આવા આતંકવાદીઓ સામે લાલ આંખ કરવાનો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સંગઠન સ્રુજન અભિયાનની માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. આયોજિત પત્રકાર પરિષદમાં એઆઈસીસીના મહામંત્રી અને વડોદરા શહેર સંગઠન પ્રભારી હરિ ચૌધરી gpcc પ્રભારી અમૃત ઠાકોર ઉપપ્રમુખ બિમલ શાહ સહિતના મહાનુભાવો જાહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિપક્ષે નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે કાશ્મીર આતંકી હુમલાને લઈને આ પત્રકાર પરિષદમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનોએ આ સમય ચર્ચા કરવાનો નહીં પરંતુ સમગ્ર દેશે એક થઈ આવા આતંકવાદીઓ સામે લાલ આંખ કરવાનો હોવાનું જણાવ્યું હતું.

