એરપોર્ટ થી રોડ શૉના માર્ગમાં મોદીની એક ઝલક નિહાળવા માટે લોકો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ. પીએમ મોદીના ગુજરાત પ્રવાસથી ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વડોદરામાં અનેક જગ્યાએ વિશાળ સાઇઝના કટ આઉટ લગાવવામાં આવ્યા. મોદીને નિહારવા લોકો વિવિધ વેશભૂષા ધારણ કરી. પીએમ મોદી ના રોડ-શોના રુટમાં સ્વાગત પોઇન્ટ તૈયાર કરાયા. સ્વાગત પોઈન્ટ ખાતે ઢોલ નગારા વગાડીને ઉત્સાહ જેવો માહોલ બનાવવામાં આવ્યો.પીએમ મોદીને જોવા આવેલ લોકોની ભીડને કાબુ કરવા પોલીસ કર્મચારીઓને ખુબ જ મહેનત કરાવી પડી

