મોજીદડ ગામના એસએમસી સમિતિનાં સભ્યોએ જણાવ્યું હતું કે લીંબડી થી મોજીદડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા આવતાં કનુભાઈ મકમપરા આચાર્યએ શાળામાં કન્યાઓ માટે શૌચાલયની ગ્રાન્ટની ઉચાપત કરી છે.
કોરોના કાળમાં શાળામાં આવેલી અનેક ગ્રાન્ટનો કોઈ હિસાબ નથી મળતો. તથા એસએમસી સમિતિની કોઈ દિવસ મિટિંગ બોલાવતા નથી.
શાળામાં પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઈ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
12 સપ્ટેમ્બર સવારે 11 વાગે ગામ લોકો એ એકત્ર થઇ શાળામાં ઘંટ વગાડી વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતા અને પછી શાળાનાં આચાર્યનો બહિષ્કાર કર્યો હતો અને શાળાને તાળાબંધી કરી હતી. ત્યારબાદ 10 મિનિટ બાદ શાળામાં પુનઃ વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરાવ્યો હતો જેથી વિદ્યાર્થીઓનો ભાવિ બગડે નહીં તે માટે અભ્યાસ શરૂ કરાવ્યો હતો.
કોરોના કાળમાં ત્રણ વર્ષની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ટીપીઓ દ્વારા સતત નોટી સો ફટકારવા છતાં કન્યાઓ માટે બનાવવામાં આવેલા બાથરૂમ અને આજ દિન સુધી ટાઈલ્સ કલર કામ કુવો વાયરીંગ વગેરે કશું પણ કરવામાં આવ્યું નથી.
આ બાબતે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આરોગ્ય સચિવ ની ઉપસ્થિતિમાં એસએમસીના સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે આરોગ્ય સચિવ ગંભીર નોંધ લેતા નાયબ શિક્ષણ અધિકારી તપાસ સાથે આવ્યા હતા પરંતુ નાયબ શિક્ષણ અધિકારી મોજીદડ કુમાર શાળાના આચાર્યના રિલેટિવ હોવાથી ભીનું સંકેલાયું હોવાથી આજે તાળાબંધી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં વિલંબ, વહીવટી અણઆવડત, કોરોના કાળમાં વિદ્યાર્થીઓને મફત રાશનમાં ગોટાળો, કન્યાઓ માટે સંડાસની કામગીરી બાબતે યોગ્ય તપાસ કરી ન હતી. જેને પગલે આજે તાળાબંધી કરવાની નોબત આવી પડી હતી.
શાળાના આચાર્ય દ્વારા શાળા વહિવટી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
શાળાનાં આચાર્ય દ્વારા નાણાં ઉચાપત કરવામાં આવ્યો હોવાનું તથા ગામની એસએમસી સમિતિનાં લોકોને કોઈ દિવસ મિટિંગ ન બોલાવી પોતાની રીતે મનસ્વી ભર્યું વલણ કરતાં ગામ લોકોએ શાળાને તાળા બંધી કરી.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

