43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

‘શિક્ષક દિન’ નિમિત્તે સરકારી તેમજ પખાનગી શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે કલેક્ટરને આમ આદમી પાર્ટી, વડોદરા શહેર દ્વારા આવેદનપત્ર

ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે. વળી, આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખુબ જ મહિમા ગયો છે. આવા ગુરુજનો-શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખુબ જ દયનીય છે, શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી.શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થાકી રાષ્ટ્રનિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકો વતીઆમ આદમી પાર્ટી દ્વારા કેટલીક માગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી જેમાં
. ખાનગી શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે., ખાનગી શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે.,સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે.,રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને TAT- TET પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે. સહિતની માગણીઓ કરવામાં આવી હતી.

Related posts

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ગુજરાતી ફિલ્મ ‘લાલો’નું સ્પેશિયલ સ્ક્રિનિંગ

admin

વડોદરાની પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડમાં મનોદિવ્યાંગ બાળકો માટે પ્રવેશોત્સવ

admin

15 વર્ષ પછી જાણતા રાજા ભવ્ય મહાન નાટ્યનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment