વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ આર્થિક નગર, રહેમતનગર, ખુશ્બુ નગરમાં પાછલા ઘણા વર્ષોથી પાણી પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેથી કરીને તમામ પાની લાઈન નાખી સમસ્યાનો નિરાકરણ લાવવા બાબતે કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. રહીશોનું કહેવું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણી ની લાઇન નાખવા તેમજ પાણીના કલેક્શન લેવા માટે ફરિયાદ તેમજ રજૂઆત કરી છે તે છતાં પણ આજે સુધી કોઈ જાતની કામગીરી કરવામાં આવી હતી. રહીશો દ્વારા વોટર ડેવલોપમેન્ટ ચાર્જ ફૂલ મળીને 1500 ફર્યા હોવા છતાં ચાર વર્ષનો સમય થઈ ગયા હોવા છતાં પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવ્યા નથી. જેથી કરની તાત્કાલિક પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવે તે માંગણી કરવામાં આવી છે

