36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પોલીસે ઝડપી પાડ્યા

950 કિલો ટર્પેન્ટાઈન ઓઇલ સગેવગે કર્યું હતું. પોલીસ મથકે 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે બને આરોપી ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી.

ગત 16 મી ઓગસ્ટ થી 21 ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપની માં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપની માં રો મટીરીયલ ( ટર્પેન્ટાઈન ઓઇલ) નો જથ્થો બે ગાડી થી આવી રહ્યો હતો. જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા. જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી 950 લીટર નો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું.જે અંગે બને ચાલકો વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે એશિયન પેન્ટ કંપની ના અધિકારી કમલભાઈ જોષી દ્વારા 950 કિલો નો જથ્થો સગેવગે કરવા બદલ 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત ઘાત ની ફરિયાદ નોંધાવી હતી. જેની જીઆઇડીસી પોલીસે તપાસ શરુ કરી હતી અને બને ગાડી ના હાલક ચંદન યાદવ અને સુનિલ યાદવ ની ધરપકડ કરી મુંબઈ થી આવેલ ટર્પેન્ટાઈન ઓઇલ નો જથ્થો ક્યાં અને કોની વેચી માર્યો તે અંગે પોલીસ પૂછપરછ શરુ કરી હતી.

Related posts

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજ્યાં

admin

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક

admin

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

admin

Leave a Comment