અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજેરોજ ઉદભવતી ટ્રાફિકજામની સમસ્યાને પગલે અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ બૌડા,નોટિફાઇડ એરિયા ઓથોરિટીની સંયુક્ત માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહિ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.તંત્રની કામગીરીને પગલે લારી ગલ્લા સહિતના દબાણોકર્તામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

