31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પાસે કાંકરીચાળાની ઘટના

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પાસે કાંકરીચાળા ની ઘટનાએ તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

આ બનાવને લઈને ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે કાંકરીચાળાની ઘટના બાદ કોઈ મોટી અશાંતિ કે હિંસક પરિસ્થિતિ સર્જાઈ નથી. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને નાગરિકોએ કોઈ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો જોઈએ.

સાથે જ પોલીસે વિસ્તારમા કોમ્બીગ ઓપરેશન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે જેથી આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

ડીસીપી અભિષેક ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાને ભંગ કરવાનો કોઈ પ્રયત્ન કરાશે તો પોલીસ કડક પગલાં ભરીને કાર્યવાહી કરશે.

આ બનાવ બાદ સ્થાનિકો તેમજ ગણેશ ભક્તોમાં પણ પોલીસની ચુસ્ત કાર્યવાહીથી નિરાશા કરતાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. હાલ તરસાલી વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.

Related posts

વડોદરા ની મધ્યસ્થ જેલ માં ભારત અને સ્પેન નાં વડાપ્રધાન નાં માન માં રંગોળી બનાવાઈ

admin

વડોદરા શહેરમાં પહેલી વાર આવી રહ્યું છે અભંગ રિપોસ્ટનું નાટક

admin

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ચાંદ પાર્ક હાઇટ્સમાં P.C.B., SOG અને J.P. પોલીસની સંયુક્ત ટીમે છાપો માર્યો

admin

Leave a Comment