27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપી ઝડપાયો

સુરતના ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું કહી આરોપીઓએ વિશ્વાસમાં લીધા

જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 6,75,600નું રોકાણ કરાવડાવ્યું હતું

ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને એક પણ રૂપિયાનો નફો આપ્યો ન હતો

સુરતના વ્યક્તિને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેમને 27-7-2025ના રોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

સાયબર પોલીસે તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ હાથ ધરી હતી

ફરિયાદી દ્વારા આરોપીઓના જે બેંક એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી

ફરિયાદી દ્વારા જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે એકાઉન્ટ ચિરાગ પ્રજાપતિના નામ પર છે

ચિરાગ પ્રજાપતિ છૂટક મજૂરીનો ધંધો કરે છે અને પાટણના હારીજમાં ચામુંડા નગર નો રહેવાસી છે

આરોપી અગાઉ GRDમાં પણ નોકરી કરી ચૂક્યો છે

પોલીસની પૂછપરછ માં ચિરાગ પ્રજાપતિએ જણાવ્યું તેને 70000 રૂપિયા કમિશન લઈ પોતાનું બેન્ક એકાઉન્ટ આરોપીઓને ભાડે આપ્યું હતું

આરોપી ચિરાગ પોતાના ખાતામાં આવેલા પૈસા એટીએમ થી ઉપાડી સાયબર અપલોડ કરતી ટોળકીને આપતો હતો

આરોપીના ખાતામાં અત્યાર સુધીમાં 1,53,54,994ના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું

તો બીજી તરફ ચિરાગ પ્રજાપતિના બેંક એકાઉન્ટ પર હરિયાણામાં 2, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 1-1 ફરિયાદ નોંધાય છે

આરોપીઓએ 70,000 કમિશન લઈ ભાડે આપેલા બેન્ક એકાઉન્ટ પર અત્યાર સુધીમાં NCCRP પોર્ટલ પર કુલ 7 ફરિયાદો નોંધાય છે

Related posts

સુરત પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા

admin

સુરતના વરાછામાં ટ્રક ઝાડ સાથે અથડાયો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

admin

સુરતમાં પાણીપુરી ખાવા માટે ચણા ન આપતા પિતા પુત્ર પર જીવલેણ હુમલો

admin

Leave a Comment