31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરત પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા

દેશમાં છેલ્લાં ઘણાં સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. નોંધનીય છે કે, ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી.

રેલવે અધિકારીએ આપી માહિતી

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો. એન્જીન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો છે. જોકે ટ્રેનની સ્પીડ એકદમ ઓછી હોવાની કારણે મોટી દુર્ઘટના ટળી છે. સુરત પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં

Related posts

રીઢ્ઢા ચોર ઇસમ પાસેથી રૂ.૨૪,૦૦૦/- ની મતાના મો.ફોન કબ્જે લઇ સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બે અનડિટેકટ ગુનાઓ ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ય

admin

શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપી ઝડપાયો

admin

સુરતમાં ઈદે મિલાદ કમિટીના આલીમો અને મોલવીઓના દ્રારા રવિવારના રોજ જુલુસ કાઢવાના લેવાયો નિર્ણય

admin

Leave a Comment