36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરતમાં ઈદે મિલાદ કમિટીના આલીમો અને મોલવીઓના દ્રારા રવિવારના રોજ જુલુસ કાઢવાના લેવાયો નિર્ણય

સુરત શહેરમાં આગામી ગણેશ ઉત્સવ અને મુસ્લિમોના ઇદે મિલાદ પર્વની ઉજવણી એક સાથે આવતી હોય ત્યારે સુરત શહેરના મુસ્લિમો છેલ્લા કેટલાય વર્ષથી કોમી એકતાની મિસાલ પૂરી પાડી રહ્યા છે જેમાં શુક્રવારે થનારી ઈદ એ મિલાદ પર્વની ઉજવણી બાદ શહેરના રાજમાર્ગ પર નીકળનારા જુલુસને ગણેશ વિસર્જનના બીજા દિવસે રવિવારના રોજ સાતમી સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ કલાકે કાઢવામાં આવશે ત્યારે ઇદે મિલાદ કમિટી ના મોલવીઓ અને આલીમોના આ નિર્ણય બાદ સિરતુન નબી કમિટી દ્વારા પણ આ જુલુસને આવકારવા અંગેની એક પ્રેસ કોન્ફરન્સ સિરતુન નબી કમિટીના નેજા હેઠળ વરીઆવી બજાર કોલીવાડ ખાતે રાખવામાં આવી હતી. જેમાં સિર્તુન્નભી કમિટીના પ્રમુખ સૈયદ સિરાજ સાબુદીન દ્વારા જણાવ્યુ હતુ કે સુરત શહેરમાં પેગંબર મોહમ્મદ સાહેબના એકતા અમન અને શાંતિ ભાઈચારાના સંદેશ સાથે મુસ્લિમો છેલ્લા ઘણા વર્ષોથી હોળી હોય કે ગણેશ પર્વ અને સાથે ઈદ મિલાદની ઉજવણી આવતી હોય ત્યારે જુલુસને એક બે દિવસ આગળ પાછળ કરી હંમેશા કોમી એકતા ની મિસાલ પૂરી પાડતા આવ્યા છે. સાથે આ વખતે પણ જ્યારે શુક્રવારની ઉજવણી થતી હોય ત્યારે ઈદે મિલાદ કમિટીના આલીમો અને મોલવી ઓના રવિવારના રોજ જુલુસ કાઢવાના લેવાયેલા નિર્ણયને તેમને ખુબ સરાહના કરી હતી. અને સુરત શહેરના મુસ્લિમોને અભિનંદન પાઠવતા તેમણે પૈગંબર મોહમ્મદ સાહેબના શાંતિના સંદેશ યાદ કર્યા હતા..
આ પ્રસંગે તેમની સાથે લિંબાયત કમિટીના કેઝર પીરજાદા સહિત અન્ય પદ અધિકારીઓમાં સમદભાઈ મુન્સી મોસીનભાઈ મિર્ઝા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંભળીએ તેમણે શું કહ્યું

Related posts

સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો

admin

માથાભારે ઈસમે ચપ્પુ વડે હિંસક હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી

admin

સુરતના સરથાણામાં મોડીરાત્રે ઓનલાઇન પાર્સલના ગોડાઉનમાં ભીષણ આગ

admin

Leave a Comment