30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉતરાયણ પૂર્વે પોલીસની લાલ આંખ; દાંડિયા બજારમાંથી જીવલેણ કાચવાળી દોરીનો જથ્થો ઝડપાયો

વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગબાજો અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે. વડોદરા ઝોન-૨ એલસીબી (LCB) સ્કોડે બાતમીના આધારે દરોડો પાડીને લોકોના જીવ જોખમમાં મૂકે તેવી ઘાતકી અને પ્રતિબંધિત દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી વિગતો અનુસાર, ઝોન-૨ એલસીબી સ્કોડને ચોક્કસ માહિતી મળી હતી કે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ‘અનિલ માંજા વાલા’ નામની દુકાનમાં જીવલેણ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા તપાસ દરમિયાન દુકાનદાર તૃષાર અનિલ સાવંત પાસેથી મોટી માત્રામાં વધુ પડતો કાચ ચડાવેલી દોરી મળી આવી હતી. પોલીસે પ્રતિબંધિત જથ્થો કબજે કરી આરોપી તૃષાર સાવંતની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉતરાયણના તહેવારમાં નિર્દોષ લોકો કે પક્ષીઓના જીવ ન જાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Related posts

ઓલ ઈન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશીપના વિજેતા ખેલાડીઓનું માંજલપુર ખાતે ભવ્ય સન્માન

admin

સામાન્ય નાગરિકો તો ઠીક પણ સાયબર ઠગોએ વડોદરાના MLA યોગેશ પટેલને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવાનો પ્રયાસ કર્યો

admin

ગોત્રી ગાર્ડનમાં સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ નાખતા હોબાળો

admin

Leave a Comment