વડોદરામાં લૂખા તત્વો પર પોલીસની કડક કાર્યવાહી
વડોદરા શહેરમાં ગુનાખોરી અને લૂખાગીરી કરતા તત્વો સામે પોલીસનું કડક એક્શન ચાલુ છે. ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમે વોન્ટેડ આરોપી ડેવિડ કહરની ધરપકડ કરી હતી.
ડેવિડ કહર પોતાને વાઘોડિયા રોડનો “ડોન” ગણાવી લારીવાળા અને સ્થાનિક વેપારીઓને ધમકી આપતો હતો. લોકોને હાંફતો કરીને પૈસા વસૂલતો હતો અને જનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ધરપકડ બાદ પોલીસે તેને તેના જ વિસ્તારમાં સરઘસ કાઢીને લારી-ગળાવાળાઓ સામે બે હાથ જોડાવી માફી માગડાવી, જેથી લોકોમાં ડરનો માહોલ દૂર થાય.
વડોદરા પોલીસ કમિશ્નર નરીશમા કોમારના નેતૃત્વ હેઠળ શહેરમાં ટોલરન્સ-ઝીરો નીતિ અમલમાં મુકાઈ રહી છે. થોડા દિવસો પહેલા “ચૂહી ગેંગ” પર ગુજકટોક દાખલ કરી તેને જેલમાં ધકેલવામાં આવ્યું હતું. હવે ડેવિડ કહરની ડોનગિરીને પણ રસ્તા પર જ પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવી.
આ કાર્યવાહી વડોદરા પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે શહેરમાં ગુનાખોરી, લૂખાગીરી અને દાદાગીરી માટે કોઈ જગ્યા નથી, અને લોકો નિર્ભય બનીને પોતાનો ધંધો કરી શકે છે.

