35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના નેશનલ હાઇવે 56 ઉપર આવેલ ચીસાડિયા રેલવે ઓવર બ્રીજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય

વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે.

છોટાઉદેપુર તાલુકાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ ચિસાડિયા ગામ પાસે રેલ્વે ઓવરબ્રિજ આવેલ છે. આ રેલવે ઓવરબ્રિજ ઉપર ભારે વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. મધ્યપ્રદેશ અને ગુજરાતનો આ માર્ગ છે. અને દરરોજ અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. વરસાદ પડે અને બ્રિજ ઉપર ખાડા પડી જાય છે. બ્રિજ ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે. બ્રિજ ઉપર ખાડા એટલી હદે પડી ગયા છે કે ખાડાની અંદર એંગલો પણ દેખાઈ રહી છે. વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. તંત્ર દ્વારા લીપાપોતી કરીને ફક્ત સંતોષ માનવામાં આવે છે. પરંતુ વહેલી તકે સારી કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Related posts

વડોદરા થી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જતા ભારદારી વાહનોને લગભગ 70 કિમીનો ફેરવો લાગવાનો વારો આવશે

admin

છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી.

admin

વિશ્વ આદિવાસી દિવસને લઈ નસવાડીમાં હજારો આદિવાસી ઉમટ્યા,

admin

Leave a Comment