જન્માષ્ટમી મહોત્સવને લઈ આજે ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જન્માષ્ટમી મહોત્સવના ભાગ રૂપે તૈયારી ચાલુ કરવામાં આવી છે
વડોદરા શહેર ના ગોત્રી સ્થિત આવેલુ ઇસ્કોન મંદિરનાં પ્રાંગણ માં જન્માષ્ટમી મહોત્સવ તહેવાર નિમિત્તે જોરશોર થી તૈયારી ચાલુ કરવામાં આવી છે જેમાં વડોદરા શહેર ના ઇસ્કોન મંદિર માં બે દિવસીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ના મહોત્સવ નિમિત્તે મંદિરમાં જે ભક્તો આવે છે તેમની માટે વિશેષ તૈયારીઓનુંઆયોજન કરવામાં આવ્યું સાથે જ વરસાદ ની ઋતુ હોવાથી વોટર પ્રુફ પંડાણ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં 17 તારીખે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ મહારાજ હેડલાઈન ન્યુઝ ના માધ્યમથી તમામ દર્શકોને જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે આમંત્રિત કર્યા હતા. આ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે હેડલાઈન ન્યુઝ સાથે ખાસ વાતચીત કરીને માહિતી પૂરી પાડી હતી

