Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાલિકાની સામાન્ય સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆતો

મહાનગરપાલિકાની સામાન્ય સભા અધ્યક્ષ વડી કચેરી ખાતે મળી હતી જેમાં કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને એક સમયે ફ્લોર પર બેસી વિરોધ પણ નોંધાવ્યો હતો.

આજની સભામાં તેઓ દ્વારા ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ભરતી બાબતની દરખાસ્ત આવી હતી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ધારા ધોરણ વગર દરખાસ્ત ચડાવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સંજયનગર ઝુપડપટ્ટી તોડવામાં આવી તે બાદ મકાન ધારકોને ભાડા પેટે જે રકમ નક્કી થઈ હતી તે પણ ચૂકવવામાં નથી આવતી અને ત્યાં હજુ કોઈ સ્કીમ બની નથી આ બાબતની રજૂઆત પણ કરી હતી. સાથે આ લોકોને તેઓની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. સાથે આજવા ખાતે અતાપી નો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો હતો. સાથે ટીપીમાં જમીન કપાત મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે રજૂઆત કરી હતી.

Related posts

દબાણો ટીમ સાથે ઘર્ષણમાં ઉતરેલ 10 સામે રાયોટિંગનો ગુનો..

admin

ડભોઇની નામાંકિત જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

એસ.એસ.જી.હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટ નજીક ખાણીપીણીની લારીઓ, આરોગ્ય સુરક્ષા પર ઉઠ્યા સવાલ

admin

Leave a Comment