આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોષી દ્વારા ગુરુબાલ ઇન્ફોમેડીયા સોલ્યુશન ના ઇજારદાર પાસેથી બાકી નીકળતા 60 લાખ રૂપિયા વસૂલવા રજૂઆત કરી હતી.
વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી કિયોસ્ક બોર્ડ નો ઈજારો આપવામાં આવ્યો હતો આ ઇજારા હેઠળ બ્રિજ પર 206 જેટલા જાહેરાતના બોર્ડ લગાવવામાં આવ્યા છે જેના 60 લાખ ઉપરાંતની રકમ પાલિકાએ ગુરુ બાલ ઇન્ફોમેડીયા સોલ્યુશન પાસેથી લેવાના નીકળે છે ત્યારે આ મુદ્દે પાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે.

