ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 46 વર્ષથી રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ રાવણ દહન થનાર છે જેને ભાગરૂપે આજે પત્રકાર પરિષદ યોજી ને માહિતી આપી.
ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ૪૬ વર્ષ થી રામ લીલા અને રાવણ દહન કરવામાં આવે છે સાથે રામ લીલા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સહકાર વિના ઉધ્ધાર નહી ના થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. અને આ રામ લીલા ના કાર્યકમ માં સંપૂર્ણ ટીમ વડોદરાના લોકલ કલાકારો દ્રારા સંપૂર્ણ રામ લીલા ભજવવામાં આવશે અને રામલીલા ૨.૩૦ કલાક સુધી ચાલે છે અને ત્યાર બાદ રાવણ દહન કરવામાં આવે છે. આ રાવણ, મેઘનાથ, કુંભકર્ણ ના ૪૫ ફૂટ ના પુતળા બનાવામાં આવે છે. અને રાત્રી ના ૮ કલાકે પૂતળા દહન કરવામાં આવે છે. આ વિશે ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા માહિતી આપવામાં આવી

