નેશનલ હેરાલ્ડના કેસની વિશેષ હકીકતો અને સત્યતા વિષે વધુ જાણકારી આપવા બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ લોન્ડે પાટીલે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
વડોદરાના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ લોન્ડે પાટીલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.નેશનલ હેરાલ્ડના કેસની વિશેષ હકીકતો અને સત્યતા વિષે વધુ જાણકારી આપી હતી.સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપ સરકારમાં રહેલા લોકોએ સ્વતંત્રતામાં કોઈ યોગદાન આપ્યું નથી તેમજ ગાંધીજી અને સરદાર પટેલ ની ભૂમિ પરથી આવેલા લોકો ષડયંત્ર રચી રહ્યા છે.ઈડી અને ઈનકમ ટેક્ષનો દુરુપયોગ કરી દબાણ લાવવાનો પ્રયાસ થાય છે તેવા આક્ષેપ કરી આકરા શબ્દોના પ્રહારો પણ કર્યા હતા.

