Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા

વડોદરા શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક, વાસણા-ભાયલી રોડ ચાર રસ્તા પાસે દબાણ શાખાની ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર અને ફૂટપાથ પર નાના-મોટા દબાણો વધી ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી હતી.આજે સવારે દબાણ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં રોડ પર મૂકેલી લારી-ગલ્લાં, પતરાના શેડ, કાચા પાકા દબાણો અને અન્ય અડચણરૂપ વસ્તુઓ દૂર કરવામાં આવી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ આ કામગીરીને સહકાર આપ્યો હતો. દબાણ દૂર થતાં વાસણા-ભાયલી રોડ ચારરસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે અને રાહદારીઓ માટે પણ અવરજવર સરળ બની છે.ભવિષ્યમાં આવા દબાણો ફરી ન થાય તે માટે દબાણ શાખા દ્વારા નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Related posts

વિસાવદર નજીક પંચકેસરી હનુમાન ખાતે 143 મીટર ઊંચાઈએ રાષ્ટ્રધ્વજવંદન સાથે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી

admin

રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ મો.ફોન ચોરી કરતાં ઈસમને પકડી પાડી કુલ-૨૧,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા.

admin

શોર્ય દિવસ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરનું આયોજન

admin

Leave a Comment