Genius Daily News
ગુજરાત

વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષથી 23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવન કર્યું

ભારતે અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ ને લઈને વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષથી 23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવન કર્યું છે.ત્યારે ગુજકોસ્ટ દ્વારા વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અવકાશ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી તેનો પ્રારંભ થયો છે.

પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. 21 થી 27 મી ઓગસ્ટ, 2024 સુધી યોજવામાં આવેલ અવકાશ સપ્તાહમાં વિધાર્થીઓમાટે વિવિધ કાર્યક્રમોયોજવામાં આવ્યા છે. અવકાશ સપ્તાહના પ્રારંભે નિયામક ડૉ.જીતેન્દ્ર ગવલી અને સ્પેસ તજજ્ઞ દિગંત જોષી દ્વારા ઉપસ્થિત 120 જેટલા શાળાના વિધાર્થીઓ અવકાશમાં આવેલ ગ્રહો અને ઉપગ્રહોનું મહત્વ તથા આપણા દૈનિક જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય તે અંગેની સમજ આપવામાં આવી. સંયોજક દિનેશ ગાંધીએ ભારતે ભારતે અવકાશ ક્ષેત્રે કરેલી કામગીરીને વિવિધ સ્પેસ શટલ પ્રદર્શન, ફિલ્મ શો, વર્કિંગ મોડલ દ્વારા સમજાવી હતી. વડોદરાની પદ્માવતી વિદ્યાલય, નૂતન વિદ્યાલય તથા મેકલ વિદ્યાલયના વિધાર્થીઓ અને શિક્ષકો હાજર રહયા હતા.

Related posts

સુરસાગર તળાવ ખાતે શંકાસ્પદ અંગ મળતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને બહાર કડાયો..શંકાસ્પદ અંગ મળતા ચર્ચા નો વિષય બન્યોસુરસાગર

admin

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં પાઠ્યાપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય

admin

આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક કમકમાટીભરી ઘટના બની.

admin

Leave a Comment